પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફિનાઈલ પીધું

નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટી RMC ક્વાર્ટરની સામે રહેતો આફતાબ અનિશભાઈ મેમણ (ઉં.વ.22) ગઈકાલે સાંજે 7 વાગ્યા આસપાસ નાણાવટી ચોકમાં પરમેશ્વર સોસાયટી પાસે ખોડીયાર હોટલ નજીક હતો ત્યારે બાબા ખાન અને તેના પુત્ર રાજા પઠાણ અને તેની સાથેના માણસે ઝઘડો કરીને લોખંડના પાઇપ વડે માર મારતા યુવકને માથામાં, હાથમાં અને શરીરે ઇજા પહોંચી હતી.જેથી અફતાબને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

તેણે જણાવ્યું કે નાણાવટી ચોક RMC ક્વાર્ટરમાં તેમના માસી મુમતાઝ બેન રહે છે તે પોતાના માસી ના ઘરે ગયો હતો અને ત્યાંથી પરત આવીને હોટલ પાસે ઊભો હતો ત્યારે આરોપીઓ આવી અને અમારો દારૂનો ધંધો ચાલુ હોય ત્યારે અહીંથી કેમ તું વારંવાર નીકળશ કહીં હુમલો કર્યો હતો. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફિનાઈલ પીધું રાજકોટમાં રહેતી પરિણીતાએ દોઢ વર્ષ પૂર્વે ધવલ બ્રહ્માણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના શરૂઆતના છ મહિના બધું બરાબર ચાલ્યા બાદ પરિણીતા ખાનગી નોકરી શરૂ કરતા વિવાદના વંટોળ શરૂ થયા હતા. નોકરીને કારણે ઘરકામમાં સમય ન આપી શકતી હોવાથી સસરા હિતેશભાઈ અને દાદા સસરા વિઠ્ઠલભાઈ નાની-નાની વાતોમાં ટોકટોક કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જ્યારે પરિણીતાએ આ બાબતે પતિ ધવલને વાત કરી, ત્યારે તેણે સાથ આપવાને બદલે ઘરના વડીલોનું સહન કરવું પડશે તેમ કહી પત્ની સાથે મારપીટ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *