રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડાની ક્રાઈમ કોન્ફરન્સ

1 માર્ચના સૌરાષ્ટ્ર રિજિયનની ક્રાઈમ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં રાજકોટ, જૂનાગઢ, ભાવનગર રેન્જ સહિતના રેન્જ આઇજી, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા તેમજ DCP સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી ઝડપાતા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થો અંગે ચિંતા વ્યક્ત કરી વિશેષ ધ્યાન આપવા સૂચના અપાઈ હતી. તો સાયબર ફ્રોડના વધતા કેસો અટકાવવાની સાથે લોકોને ઝડપી રિકવરી મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન રૂ.50 કરોડ પરત અપાયા હોવાનું જાહેર કરાયું હતુ.

આ ઉપરાંત રાજ્યમાં સરકારી કચેરીઓ, કોર્ટ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કેસોમાં આરોપીને પકડવા માટેના સોર્સ સુધી પહોંચી ગયાનું જાહેર કર્યું હતું, પરંતુ તે સોર્સ વિદેશમાં હોય તેના માટે સેન્ટર ઓફ એક્સેલન્સ અને હાઈએસ્ટ લેવલની ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હોવાનું જણાવ્યુ હતુ. જ્યારે રાજકોટ શહેરમાં ક્રાઈમ થયા બાદ પોલીસમાં રિસ્પોન્સ ટાઈમ 14 મિનિટથી ઘટીને 7 મિનિટ થયાનું જાહેર કર્યું હતુ.

રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે. એલ. એન. રાવે જણાવ્યુ હતુ કે, આજે સૌરાષ્ટ્ર ઝોનની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં રાજકોટ, ભાવનગર અને જુનાગઢ રેન્જ સહિતના વિસ્તારોના આઈ. જી. તેમજ પોલીસ અધિક્ષક તેમજ DCP સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નાર્કોટિક્સ, સાયબર ફ્રોડ અને રોડ એકસ્માત જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ડાયલ 112 અંગે પણ જાગૃતિ આપવાની વાત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *