યુદ્ધને કારણે દુબઈમાં ફસાયેલા ગુજરાતીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યાં

28 ફેબ્રુઆરીને શનિવારે સવારે (ભારતીય સમય મુજબ) ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો. જેના વળતા જવાબમાં, ઇરાને ઇઝરાયલ પર બદલો લેવા માટે કતાર, બહેરીન અને કુવૈત જેવા સાત દેશો પર આશરે 400 મિસાઇલો છોડી હતી. બહેરીનમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. બહેરીનની રાજધાની મનામા અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટને કારણે ત્યાં રહેતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે.

વડોદરાથી પવિત્ર રમઝાન માસ દરમિયાન મક્કા-મદીના ખાતે ઉમરાહની બંદગી કરવા ગયેલા ફારૂક સોનીએ જણાવી ત્યાંની પરિસ્થિતિ સાથે ચિંતા વ્યક્ત કરી હતી.

આ યુદ્ધને કાણે એરસ્પેસ બંધ થતાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત લાવવા માટે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકાર વિશેષ રેસ્ક્યૂ ફ્લાઇટ અંગે ગંભીર વિચારણા કરી રહી છે. જો યુદ્ધ યથાવત રહેશે તો કોમર્શિયલ અને ફ્લાઇટ્સના અભાવે ઇવેક્યુશન ઓપરેશન હાથ ધરાશે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *