અમેરિકાના ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયરના શૌચાલય જામ

ઈરાન તરફ આગળ વધી રહેલું અમેરિકી ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયર USS જેરાલ્ડ ફોર્ડ એક અલગ જ સંકટનો સામનો કરી રહ્યું છે. જહાજના મોટાભાગના શૌચાલય જામ થઈ ગયા છે. આના કારણે 4,500થી વધુ નૌસૈનિકોને રોજ 45 મિનિટ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.

સાંકડી પાઈપલાઈન અને વેક્યુમ-આધારિત સિસ્ટમની ડિઝાઇનમાં ખામીને કારણે શૌચાલય વારંવાર જામ થઈ રહ્યા છે. જહાજ વેક્યુમ-આધારિત સીવેજ સિસ્ટમ પર ચાલે છે, જેમાં એક વાલ્વ ખરાબ થવાથી આખા વિભાગની શૌચાલય સિસ્ટમ બંધ થઈ જાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેકનિશિયન અને સૈનિકો વચ્ચે ઝપાઝપીના પણ સમાચાર છે, કારણ કે રિપેરિંગ કરનારા એન્જિનિયરો રોજ લગભગ 19 કલાક કામ કરી રહ્યા છે. ગયા વર્ષે માર્ચમાં પણ ચાર દિવસમાં 205 શૌચાલય ખરાબ થવાની ફરિયાદ સામે આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *