કોંગ્રેસની કુંડળીમાં બારમે રાહુ, તેથી 30 વર્ષથી વિપક્ષમાં

રાહુલ ગાંધીએ જેમ સંસદમા આંખ મારી હતી તેમ જ ગુજરાત વિધાનસભામાં શૈલેષ પરમારે રાહુલ ગાંધીની ‘કોપી’ કરી હતી. જ્યારે ભાજપના MLA ઉદય કાનગડે જ્યોતિષી બની ભવિષ્યવાણી કરી હતી. હેમંત ખવાની રમૂજી જાહેરાતથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. વિધાનસભામાં ચોથા દિવસે નેતાઓએ ગુફ્તેગો કરીને કેવો માહોલ બનાવ્યો હતો જાણો.

‘જે ટ્રેક્ટર લઈને આવ્યા છે, તેની સહાય પણ સરકારે જ આપી છે!’ ખેડૂતોને સહાય અંગે જીતુ વાઘાણી જવાબ આપી રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ ‘મફત વીજળી આપો’ના સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. ટ્રેક્ટર લઈને વિરોધ કરવા આવેલા હેમંત ખવાને લઈને વાઘાણીએ કટાક્ષ કર્યો “જે ટ્રેક્ટર લઈને આવ્યા છે, તેની સહાય પણ સરકારે જ આપી છે!” ગૃહમાં ફરી હાસ્ય.

શૈલેષ પરમારે ભાજપના નેતાઓ સામે જોઈને બે વખત આંખ મારી ગોપાલ ઇટાલિયાના પોસ્ટર અને પ્રદર્શનની વાત કરતા શૈલેષ પરમારે ભાજપના નેતાઓ સામે જોઈને બે વખત આંખ મારી ગૃહમાં આશ્ચર્ય! અને વાઘાણી એ બોટલ ગૃહમાં લઈને આવ્યા છો તો કોઈ સભ્ય પર ફેંકો તો તેવી સંભાવના પર શૈલેષ પરમાર એ કહ્યું કે, “મારું મગજ ઠેકાણે છે”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *