રેલનગર શ્રીનાથજી સ્કૂલ સામે શ્રીનાથજી સોસાયટીમાં રહેતો નિશાંતભાઇ રાજેન્દ્ર પંડયા (ઉ.વ.38) ગઈકાલે સાંજે 4.30 વાગ્યે બેડી ચોકડી મોરબી બાયપાસ પર એડીબી હોટેલ નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા પહોંચતા 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ અહિ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
નોકરીનું ઈન્ટરવ્યૂ આપવા જતો તો ને કારની ટક્કરે મોત નીપજ્યું પોલીસે શૈલેષભાઇ પંડયાની ફરિયાદ પરથી કાર નં. જીજે.36.અએલ.1980ના ચાલક રાજેશ અમૃતલાલ ઇન્દ્રાણા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક નિશાંત વૃદ્ધ માતા-પિતાના એકના એક દિકરા અને એક બહેનથી નાના તથા અપરિણીત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તે અગાઉ મેટોડામાં નોકરી કરતાં હતાં હાલ નોકરી છોડી અને ગઇકાલે બપોર બાદ મોરબી રોડ પર બીજી નોકરીનું ઇન્ટરવ્યુ આપવા જવાનું છે તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ એડીબી હોટલ નજીક રસ્તો ઓળંગતી વખતે કારની ઠોકરે ચડી જતાં મોત નીપજ્યું હતું. પરિવારના આધારસ્તંભ દિકરાના મોતથી પરિવારજનોમાં કલ્પાંત છવાયો છે.
લગ્નવાંચ્છુક યુવકને પરિણીતા સાથે લગ્ન કરાવી બે લાખ પડાવ્યા રાજકોટ શહેરના રૈયા રોડ પર શ્રીનાથજી ડુપ્લેક્સ બ્લોકમાં રહેતા અને કબૂતરને ચણ નાખવાનો વ્યવસાય કરતા લગ્નવાંચ્છુક યુવકને દલાલે નાગપુરની પરિણીતા કુંવારી યુવતી હોવાનું કહી લગ્ન કરાવડાવી બે લાખ પડાવ્યા હતા. બાદમાં નાગપુરની પરિણીતાનો પતિ દીકરી અને બહેન બનેવી નાગપુર પોલીસ સાથે રાજકોટ આવતા યુવતી પરણિત હોવાનું સામે આવતા યુવકે દલાલ કાનાભાઇ લોહાણા, લૂંટેરી દુલહન લક્ષ્મી સહીત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી અને લક્ષ્મીના લગ્ન 31.12.2025ના વકીલ પાસે રજીસ્ટ્રેશન કરાવી લગ્ન નોંધણી માટેના કાગળો તૈયાર કરી રજીસ્ટાર મેરેજ નોંધણી કાલાવડ તાલુકાના નાગપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી પાસે કરાવવામાં આવ્યા હતા અને બાદમાં હિન્દૂ રિવાજ મુજબ 26.01.2026ના રોજ લગ્ન કર્યા હતા.