રાજકોટમાં સોનાના ચેઇનની ચિલઝડપ કેસમાં બંટી-બબલીની ધરપકડ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાયકવાડી વિસ્તારમાં થયેલ ચીલઝડપ કેસમાં બંટી-બબલીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વાહીદને 5 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફત જામનગરની સગીરા સાથે સંપર્ક થયો હતો અને બાદમાં બન્ને નશાના રવાડે ચડી જતા નશા રૂપિયાની જરૂરિયાત માટે બન્ને સાથે મળી ચોરી અને ચીલઝડપ સહીત ગુનાને અંજામ આપવા શરૂ કર્યું હતું.

આરોપીઓ દ્વારા જામનગરમાંથી એક્ટિવા ચોરી કર્યું હતું જે પણ કબ્જે કરી જામનગરનો ચોરીના અન ડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઉલ્લેખનીય છે કે વધુ એક ગુનાને અંજામ આપે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે બંટી-બબલીને ઝડપી પાડી રૂ.1.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત 29 જાન્યુઆરી 2026ના રોજ સાંજના 7 વાગ્યા આસપાસ ગાયકવાડી શેરી નંબર 2માં રહેતા ભાગશ્રીબેન અરૂણભાઇ મોરપાણી (ઉ.વ.25) તેમના પુત્રને ટ્યુશનમાંથી લઈ ચાલીને પરત ઘરે જતા હતા દરમિયાન બાઈક પર આવેલ બેલડી તેમના ગળામાંથી એક લાખની કિંમતનો આઠ ગ્રામનો સોનાનો ચેન ઝુંટવી ફરાર થઇ ગઈ હતી. આ પછી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *