ઓસ્ટ્રેલિયાથી પુત્રએ ગુંદાવાડીના બાબાનો સંપર્ક કરતા 24 લાખ પડાવ્યા હતા

રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા ઢોંગી બાબા સતીષ ધામીએ અમદાવાદના વેપારીનું દુઃખ દર્દ દૂર કરવા બહાને ઓસ્ટ્રેલિયા રહેતા વેપારી પુત્ર પાસેથી 24 લાખ પડાવી લીધા બાદ જો વધારે રૂપીયા નહીં આપો તો માતાજી કોપાયમાન થશે તેમ ધમકી આપી છેતરપિંડી આચરતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપી સતીષ ધામીની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આરોપીએ છેતરપિંડીના પૈસામાંથી 19 લાખની ક્રેટા, એક લાખનો આઈફોન ખરીદ કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ 12.40 લાખનો મુદામાલ કબ્જે કરી તેનું બેંક એકાઉન્ટ સીઝ કર્યું છે. હાલ આરોપીને રિમાન્ડ ન મળતા જેલહવાલે કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેર ACP ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જજીસ બંગલા રોડ પર રહેતાં જયંતિલાલ ભુરાજી પરમાર (ઉ.વ.55)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સતીષ રામજી ધામીનું નામ આપતા છેતરપિંડીના ગુના હેઠળ આરોપી ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *