યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના આક્યાબથી લગભગ 112 કિમી પૂર્વમાં હતું. આ ભૂકંપથી પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં ધરતી ધ્રૂજતી અનુભવાઈ. બાંગ્લાદેશમાં પણ લોકોએ આંચકા અનુભવ્યા.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ)એ જણાવ્યું કે ભૂકંપની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર હતી. EMSC અનુસાર, છેલ્લા 71 કલાકમાં મ્યાનમારમાં આ ત્રીજો ભૂકંપ છે, જેના આંચકા અનુભવાયા છે. હાલમાં કોઈ નુકસાનના સમાચાર નથી.
આ ભૂકંપ બાંગ્લાદેશમાં 24 કલાકની અંદર અનુભવાયેલો બીજો ભૂકંપ છે. આ પહેલા મંગળવારે જ ત્યાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, બાંગ્લાદેશમાં આવેલા તે ભૂકંપની ઊંડાઈ લગભગ 150 કિલોમીટર હતી.
ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમા ચોરી, વીજળીથી ચાલતા ઓજાર વડે કાપી
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં આવેલા ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરમાંથી મહાત્મા ગાંધીની એક કાંસ્ય પ્રતિમા ચોરાઈ ગઈ છે. આ પ્રતિમા ભારત સરકાર તરફથી ભેટ આપવામાં આવી હતી. 12 નવેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયાના તત્કાલીન પીએમ સ્કોટ મોરિસને તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 12 જાન્યુઆરીની રાત્રે લગભગ 12:50 વાગ્યે બની હતી. નોક્સ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન યુનિટ આ ચોરીની તપાસ કરી રહ્યું છે. આ ઘટના બાદ મેલબોર્નના ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયે નારાજગી વ્યક્ત કરી.
પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ અજાણ્યા લોકો કિંગ્સલી ક્લોઝ, રોવિલ ખાતે આવેલા ચેરિટી પરિસરમાંથી પ્રતિમા ચોરી ગયા. નિવેદન અનુસાર, ચોરોએ પ્રતિમા કાપવા માટે એંગલ ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો હતો.
પોલીસે સ્ક્રેપ મેટલ ડીલરોને સાવચેત રહેવા જણાવ્યું છે. જો કોઈ વ્યક્તિ આ કાંસ્ય પ્રતિમા વેચવાનો પ્રયાસ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.