રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લિસ્ટેડ બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો સંધી ગેંગના 20 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 10 આરોપીની ધરપકડ કર્યા બાદ આજે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં 6 આરોપીઓ જેલમાં બંધ હોવાથી તેમનો કબ્જો મેળવી તપ કરી બાદ ફરાર 4 પૈકી એક આરોપી જૂનાગઢના કરણ ઉર્ફે કાલિયો સામતની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ ટોળકીના મુખ્ય સંચાલકો ફિરોઝ ઉર્ફે ફીરીયો હાસમ મેણુ અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા છે.
આ ગેંગ વર્ષ 2017થી 2026 દરમિયાન સક્રિય રહીને રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, અમદાવાદ ગ્રામ્ય, વલસાડ, વડોદરા ગ્રામ્ય, ખેડા અને સુરેન્દ્રનગર જેવા અનેક જિલ્લાઓમાં દારૂ સહિતના ગુનાહિત નેટવર્ક ચલાવતી હતી.
પરણિત પ્રેમિકા લગ્ન માટે ન માનતા યુવકનો આપઘાત ફિરોઝ કાદરભાઈ દાંતાણી (ઉં.વ.28) આજે સવારે 9 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે પતરાની ઓરડીમાં લોખંડના એન્ગલ સાથે ઓછાળ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવવાની જાણ થતા થોરાળા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ફિરોઝ મૂળ ધોરાજીનો વતની હોવાનું અને છેલ્લા છ મહિનાથી રાજકોટમાં રહી થોરાળાના નાકે રેકડી રાખીને ફ્રુટનો ધંધો કરતો હતો. પોતે એક ભાઈ અને એક બહેનમાં મોટો અને કુંવારો હોવાનું સામે આવ્યું છે.
અગાઉ આટકોટ રહેતો હતો જ્યાં પડોશમાં રહેતી બે સંતાનની માતા એવી પરણીતા મહિલા સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પરણીતા પોતાનો પતિ માર મારીને ત્રાસ આપે છે તેમ કહેતી જેથી ફિરોઝ મહિલાને પોતાની સાથે રહેવા આવી જવા કહેતો હતો. દરમિયાન મહિલાના પતિને જાણ પણ થઈ ગઈ હતી. પરણિત પ્રેમિકા પોતાના પતિને છોડીને ફિરોઝ સાથે લગ્ન કરવા માટે ન માનતા ફિરોઝે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જમાઈને જેલમાંથી છોડાવવા 8 દિવસ પહેલા દંપતી રાજકોટ આવ્યા’તા પ્રતિભાબેન પ્રવિણભાઈ દાવડા (ઉં.વ.70)એ આજે સવારે 8.45 વાગ્યાં આસપાસ ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર પાસે આવેલ ફાટક નજીક ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. ફાટક ઉપર હાજર ગાર્ડ સહિતના લોકોએ 108માં જાણ કરતા વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બાદ ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પરિવારજનોની પુછપરછ કરતા પ્રતિભાબેન અને તેમના પતિ પ્રવિણભાઈ હરદાસ દાવડા હાલ તામિલનાડુ રહેતા હોવાનું સામે આવ્યું છે. પ્રવિણભાઈને તામિલનાડુમાં નાળિયેરનો બિઝનેસ છે. આઠ દિવસ પહેલા રાજકોટ પોતાના દીકરીના ઘરે આવ્યા હતા. દીકરી રીમાબેન નાગેશ્વર વિસ્તારના શાંતિનગરમાં રહે છે.