રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 11 વર્ષીય સગીરા સાથે પાડોશમાં રહેતા 17 વર્ષીય સગીરે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા આરોપી વિરુધ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સગીર આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પડોશમાં રમવા ગયેલી નાની બેન મોટી બેનને મેગી ખાવા માટે બોલાવવા જતા આરોપીને કઢંગી હાલતમાં જોઈ ગભરાઈ જતા તુરંત પાડોશીને જાણ કરતા પરિવારને બનાવની જાણ થઇ હતી.
રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ભોગબનનાર સગીરાની માતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમમાં પતિ મજૂરી કામ કરે છે અને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. દીકરો શાકભાજીની લારી ચલાવે છે. ગત 5 જુલાઈ 2026ના રોજ સાંજના 7થી 7:30 વાગ્યા દરમિયાન બન્ને સગીર વયની દીકરી ઘરે એકલી હતી અને આ સમયે નાની દીકરી પડોશમાં રમવા માટે ગઈ હતી અને આ સેમ મોટી દીકરી ઘરે એકલી હતી. મોટી દીકરી ઘરે એકલી હોવાની જાણ થતા નજીકમાં જ રહેતો 17 વર્ષીય સગીર ઘરે પહોંચ્યો હતો અને ભોગબનનાર બાળકીને અવાજ કરીશ તો મારી નાખીશ કહી તેના કપડાં ફાડી નાખી નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.