ટીવીના પોપ્યુલર એક્ટર એજાઝ ખાન અને એક્ટ્રેસ પવિત્રા પુનિયાના બ્રેકઅપને લઈને તાજેતરમાં એક નવો વળાંક આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, બંનેના સંબંધો તૂટવાનું મુખ્ય કારણ ધર્મ પરિવર્તન હતું. આ અટકળો પર હવે ખુદ એજાઝ ખાને સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત રજૂ કરી છે.
ABPના રિપોર્ટ અનુસાર, એજાઝ ખાને પોતાના લગ્ન અને સંબંધો વિશે ખૂલીને વાત કરી છે. એજાઝે જણાવ્યું કે, તેમના સંબંધો અને બ્રેકઅપને લઈને ઘણીવાર ગેરસમજો ફેલાય છે. ખાસ કરીને જ્યારે ધર્મ પરિવર્તન જેવા સંવેદનશીલ વિષયની વાત આવે છે, ત્યારે તેના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવે છે.
તેણે કહ્યું કે, ‘કથિત રીતે કોઈ પોડકાસ્ટમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે, મેં પવિત્રાનો ધર્મ બદલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સાચું નહોતું.’ તેનું કહેવું છે કે, આવું ક્યારેય બન્યું નથી અને બાદમાં આ વિશે જે નિવેદન આવ્યું તે પણ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું.