રાજકોટમાં કેન્સરના દર્દીઓ માટેના પેલીએટીવ કેર સેન્ટર શરૂ થશે

રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરગ્રસ્ત દર્દીઓને એક ઉત્તમ સારવારની સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સપોર્ટ મળે તે માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પેલેટિવ કેર બનાવવામાં આવી રહ્યું છે. જેના માટે એક એકર જેટલી જમીન દાત્તા તરફથી મળતા ઓગષ્ટ મહિનાથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હાલ રૂ.7 કરોડના ફંડ સાથે 25 બેડની બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે સમય રહેતા ફંડ વધશે તો બેડની સંખ્યા વધારીને 50 કરવામાં આવશે.

‘ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ’ જેમાં દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે, દર્દીઓ માટે અહીં કેન્સર કેર સેન્ટર શરૂ થઈ રહ્યું છે તે ખૂબ જ સારી બાબત છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે, ગુજરાતમાં નહીં પરંતુ ભારતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ. અમે 50 વર્ષથી કહી રહ્યા છીએ કે ગૌ હત્યા બંધ કરવામાં આવે. હિન્દુ હોવાનું પહેલું પ્રમાણ એ જ ગૌમાતાની પૂજા છે. જોકે ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યના ચાલી રહેલા વિવાદ અંગે પૂછવામાં આવતા તેમના દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.

રાજકોટ આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી તેમજ જીગ્નેશ દાદા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જ્યારે જૂનાગઢના ગિરનાર મંડળના અધ્યક્ષ અને કાશીના પંચ દશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીજી મહારાજની તબિયત નાદુરસ્ત છે તો ભાઈશ્રી રમેશ ઓઝાને ગાંધીનગર કથા હોવાથી તેઓ ઉપસ્થિત રહ્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *