ભુજ-ગઢડા રૂટની એસ.ટી. બસને રિક્ષા ચાલકે ઠોકર મારી

રાજકોટમાં ઉલટા ચોર કોટવાલ કો ડાંટે એવો કિસ્સો સામે આવ્યો છે. ભુજ-ગઢડા રૂટની બસ શહેરના ભાવનગર રોડ પર સરકારી પોલીટેક્નિક કોલેજ પાસે ટ્રાફિકને કારણે ઉભી હતી ત્યારે પાછળથી રિક્ષા ચાલકે ઠોકર મારી બસની ઇન્ડિકેટર લાઇટ તોડી લીસોટા પાડ્યા હતા.

બંનેએ ડ્રાઇવરનો કોલર પકડી બટન તોડી નાખ્યા બસ ડ્રાઈવરે નુકશાનીનો ખર્ચ માંગતા અને ફરિયાદ કરવાની તૈયારી કરતા રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકને બોલાવ્યો અને બંનેએ ડ્રાઇવરનો કોલર પકડી બટન તોડી નાખ્યા અને કંડકટર સાથે ગાળાગાળી કરી હતી. જે અંગે ડ્રાઇવર દ્વારા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. જેથી પોલીસે બસમાં રૂ.2000 નું નુકશાન અને ફરજમાં રૂકાવટનો ગૂનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર ડિવિઝનના ગઢડા એસ.ટી. ડેપોની ભુજ-ગઢડા રૂટની બસ (GJ 18 -ZT- 3189) આજે 1 ફેબ્રુઆરીના 4:45 વાગ્યે ભુજથી રવાના થઈ હતી. જે બાદ રાજકોટ-ભાવનગર હાઇ-વે પર પોલીટેક્નિક કોલેજ પાસે આજીડેમ ચોકડી પાસે 12 વાગ્યે બસ પહોંચી હતી. આ સમયે ટ્રાફિક હોવાથી બસ ઉભી હતી. આ દરમિયાન રીક્ષા (GJ 27U–8308) ચાલકે એસ.ટી. બસને પાછળથી ઠોકર મારી હતી. જેનો અવાજ આવતા એસ.ટી. બસના ડ્રાઇવર કૃષ્ણરાજસિંહ ગોહિલ અને કંડકટર મહેશભાઈ ઝાપડિયા બસમાંથી નીચે ઉતર્યા હતા અને રિક્ષા ચાલકને કહ્યું હતું કે નુકસાન શા માટે કર્યું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *