બે યુવાનોએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

રાજકોટ શહેરના મટુકી રેસ્ટોરન્ટની સામે શિવધારા સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં પાણીના ટાંકામાં એક મહિલા ડૂબી જતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમ તથા 108 સ્થળ પર પહોંચી હતી અને પાણીના ટાંકામાંથી મહિલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો જે બાદ 108ના તબીબે તપાસી મૃત જાહેર કરતા બનાવ અંગ પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલાના પતિ રવિભાઈ કપુરીયાને બનાવ અંગે કારણ પૂછતાં તેઓ પણ અજાણ હોવાથી 15 ફૂટ ઊંડા પાણીના ટાંકામાં મહિલા કેવી રીતે ડૂબી તે જાણવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાનું નામ ચંદ્રિકાબેન કપુરીયા હોવાનું અને તેમના લગ્ન 10 વર્ષ પહેલા થયા હોવાનું અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે, જેઓ પોતાના સાસુ-સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. હાલ અકસ્માત મોત અંગે નોંધ કરી તાલુકા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

ગળાફાંસો ખાઈ બે યુવાનોએ કરી આત્મહત્યા શહેરના ટાગોર રોડ પર વિરાણી હાઈસ્કૂલ પાછળ સર્વોદય સોસાયટીમાં રહેતા વિશાલ ગોવિંદભાઇ ભડેલિયા (ઉ.વ.28) એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મોત નીપજ્યું હતું બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં કુવાડવા મેરીગોલ્ડ કંપની ખાતે રામજી અશ્વિનભાઈ વનાણી (ઉ.વ.19)એ ગળેફાંસો ખાઈ લેતા 108 ટીમે સ્થળ પર પહોંચી તપાસી મૃત જાહેર કરી. આ બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

28.50 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ શહેરમાં છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ટાગોર રોડ પર કાર એસેસરીઝનો શો-રૂમ ધરાવતા નિમેશભાઇ રૂઘાણી (ઉં.વ.55)ને ‘ડીઝલ ઓટો કોર્પોરેશન’ નામની પેઢીના સંચાલકોએ રોકાણ પર ઉંચુ વળતર મળશે એવી લાલચ આપી 28.50 લાખ પડાવી લીધા છે. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ 10થી 13 મહિનામાં મોટું વળતર મળશે એવી લોભામણી સ્કીમ આપી અલગ-અલગ બે સ્કીમોમાં કુલ રૂ.32,00,000 રોકડેથી રોકાણ કરાવ્યું હતું. જેની સામે ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ શરૂઆતમાં ચેક દ્વારા ત્રણ હપ્તામાં કુલ રૂ.3,50,000 પરત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *