ભારત U-19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચ્યું

ભારતે અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમે પાકિસ્તાનને 58 રનથી હરાવી દીધું. ઝિમ્બાબ્વેના બુલવાયોમાં રમાયેલા મુકાબલામાં ભારતે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 252 રનનો સ્કોર ઊભો કર્યો હતો. વેદાંત ત્રિવેદીએ 68 રનની ઇનિંગ રમી હતી.

પાકિસ્તાનને સેમિફાઈનલમાં પહોંચવા માટે 253 રનનો ટાર્ગેટને 33.3 ઓવરમાં ચેઝ કરવાનો હતો. પણ ટીમ 46.2 ઓવરમાં 194 રન જ બનાવી શકી. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને 66 રન બનાવ્યા, જ્યારે ભારત તરફથી કેપ્ટન આયુષ મ્હાત્રે અને ખિલન પટેલે 3-3 વિકેટ ઝડપી.

ગુજરાતના વેદાંત ત્રિવેદીએ 68 રન બનાવીને ટીમને 200ની નજીક પહોંચાડી. વૈભવ સૂર્યવંશી 22 બોલમાં 30 રન જ બનાવી શક્યો. કેપ્ટન આયુષ મ્હાત્રે ખાતું પણ ખોલાવી શક્યો નહીં. અંતમાં કનિષ્ક ચૌહાણ અને ખિલન પટેલે ફિફ્ટી પાર્ટનરશિપ કરીને સ્કોર 250ને પાર પહોંચાડી દીધો. પાકિસ્તાન તરફથી અબ્દુલ સુભાનને 3 અને મોહમ્મદ સય્યામે 2 વિકેટ લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *