જંગલેશ્વરમાં ડિમોલિશનની આખરી નોટિસથી ફફડાટ

રાજકોટ શહેરમાં આજી રિવરફ્રન્ટ અને આજી રિ ડેવલપમેન્ટ માટે શહેરના જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણરૂપ 1358 મિલકત ધારકોને કલમ 202 હેઠળ નોટિસ બાદ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. કારણકે 25000 જેટલા લોકો બેઘર થવાના છે, ત્યારે 400 કરોડની સરકારી જમીન પર 50 વર્ષથી વધુ સમયથી રહેતા સ્થાનિક લોકો આજે પૂર્વ વિભાગના મામલતદાર સમક્ષ પહોંચ્યા હતા અને વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે આવાસની માંગણી તેમજ દબાણ હટાવવા માટે થોડો સમય આપવાની માગ કરી હતી. જોકે આવાસ ફાળવવાનું કામ કોર્પોરેશનનું હોવાનો જવાબ મળતા સ્થાનિકો ત્યાંથી ચાલ્યા ગયા હતા.

1358 દબાણકર્તાઓને આખરી નોટિસ જંગલેશ્વરમાં કિંમતી સરકારી જમીન પર દબાણ પ્રકરણમાં જિલ્લા કલેક્ટરની સુચના મુજબ રાજકોટ શહેર પૂર્વ મામલતદાર એન.પી. અજમેરા અને તેની ટીમો દ્વારા 1358 જેટલા દબાણકર્તાઓને દબાણ હટાવવા માટેની કલમ 202 હેઠળની આખરી નોટિસ ફટકારી હતી અને દબાણકર્તાઓને સ્વૈચ્છીક રીતે દબાણ હટાવવાની સાત દિવસની મુદત અપાઇ છે અને હવે ગમે ત્યારે ડિમોલીશન તોળાઇ રહ્યું છે.

વિકલ્પ રૂપે સરકારી આવાસ ફાળવવા મામલતદારને રજૂઆત જેથી જંગલેશ્વર વિસ્તારના દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. જેને કારણે આજે 28 જાન્યુઆરીએ જંગલેશ્વર વિસ્તારના અનેક દબાણકર્તાઓ ફરી એકવાર પૂર્વ મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને મામલતદાર સમક્ષ વિકલ્પ રૂપે સરકારી આવાસ ફાળવવા તેમજ દબાણો ખાલી કરવા માટે થોડો સમય આપવા રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *