રાજકોટમાં 9 મહિના પહેલા ઇન્દિરા સર્કલ પાસે સીટી બસના ચાલક દ્વારા ચાર લોકોને હડફેટે લેવામાં આવતા તેમના મૃત્યુ નીપજ્યા હતા જે ઘટનામાં ડ્રાઇવર દ્વારા બ્રેક ન લાગી હોવાનું રટણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ જ ઘટનાની સાક્ષી પુરાવતો ઈલેક્ટ્રીક સીટી બસનો વીડિયો વાયરલ થયો છે, જેમાં અટલ ડેપોની E 67 નંબરની બસમાં હેન્ડબ્રેક લગાવ્યા બાદ પણ બસ ઊભી રહેતી ન હોવાનું દેખાઈ રહ્યું છે.
મનપાના અધિકારીએ વીડિયો જૂનો હોવાનું કહી બચાવ કર્યો આ પ્રકારની ગંભીર ક્ષતિ બાદ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમને જૂનો વીડિયો હોવાનું કહીને વાત ઉડાવી દેવામાં આવી હતી પરંતુ જ્યારે આ બસના ડ્રાઇવર સાથે વાત કરવામાં આવી તો તેમને ખુલાસો કર્યો કે 27 જાન્યુઆરીનો જ આ વીડિયો છે. આ ડેપોની 100 જેટલી બસનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી.
ડ્રાઇવરોને 8ને બદલે 16 કલાક કામ કરાવવામાં આવે છે હેન્ડ બ્રેક લાગતી નથી, આગ બુઝાવવા માટેનો સબમર્સીબલ પંપ બંધ છે. સેન્સર ખરાબ છે તેમજ ડ્રાઇવરોને 8ને બદલે 16 કલાક કામ કરાવવામાં આવે છે. ડેપો મેનેજર વિક્રમ ડાંગર ભાજપનો માણસ હોવાથી ગંભીર ક્ષતિઓ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો થયા છે.