U-19 વર્લ્ડ કપ: ભારતે ઝિમ્બાબ્વેને 204 રને હરાવ્યું

અંડર-19 વર્લ્ડ કપના સુપર-6 સ્ટેજમાં ભારતે ઝિમ્બાબ્વેને 204 રનથી હરાવ્યું છે. બુલવાયોમાં મંગળવારે પહેલી બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 352 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે 148 રન પર જ ઓલઆઉટ થઈ ગયું. વિહાન મલ્હોત્રાએ સેન્ચુરી ફટકારી. જ્યારે કેપ્ટન આયુષ મ્હાત્રે અને ઉદ્ધવ મોહને 3-3 વિકેટ ઝડપી.

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 23 બોલ પર ટુર્નામેન્ટની ત્રીજી સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી. વિહાન મલ્હોત્રાએ 109* રન બનાવ્યા. જ્યારે અભિજ્ઞાન કુંડુ 61 રન બનાવીને આઉટ થયો. ઝિમ્બાબ્વે તરફથી તતેન્દા ચિમુગોરોએ 3 વિકેટ લીધી. પનાશે મઝાઈ અને કેપ્ટન સિમ્બારાશે મુદજેંગેરેરેને 2-2 વિકેટ મળી. તો ધ્રુવ પટેલે 1 વિકેટ લીધી

ભારત માટે બોલિંગમાં ઉદ્ધવ મોહન અને કેપ્ટન આયુષ મ્હાત્રેએ 3-3 વિકેટ ઝડપી. આર.એસ. અંબરીશને 2 વિકેટ મળી. હેનિલ પટેલ અને ખિલન પટેલે 1-1 વિકેટ લીધી. ઝિમ્બાબ્વે માટે લીરોય ચિવાઉલાએ 62 રન બનાવ્યા. કિયાન બ્લિગ્નોટે 37 અને તતેન્દા ચિમુગોરોએ 29 રનની ઇનિંગ રમી. બાકીનો કોઈ પણ બેટર 10 રનનો આંકડો પણ પાર શક્યો નહીં.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND): આયુષ મ્હાત્રે (કેપ્ટન), એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), વેદાંત ત્રિવેદી, કનિષ્ક ચૌહાણ, આર.એસ અંબરીશ, ખિલન પટેલ, હેનીલ પટેલ અને ઉધવ મોહન.

ઝિમ્બાબ્વે (ZIM): સિમ્બરાશે મુડઝેન્ગેરે(કેપ્ટન), નાથાનીયેલ હલાબાંગના (વિકેટકીપર), ધ્રુવ પટેલ, કિઆન બ્લિગ્નૌટ, વેબસ્ટર મધિધી, ટાકુડ્ઝવા માકોની, લીરોય ચિવૌલા, બ્રાન્ડોન સેન્ઝેરે, માઈકલ બ્લિગ્નૌટ, તટેન્ડા ચિમુગોરો અને પનાશે મઝાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *