કાગવડ ખાતે મહાસુદ આઠમના પવિત્ર દિવસે માં ખોડલ જયંતિ અને ૭૭માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ત્રિવિધ કાર્યક્રમમાં અન્નકૂટ, ધ્વજારોહણ, યજ્ઞ અને રાષ્ટ્રધ્વજ વંદન સહિતના આયોજનો થયા હતા, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.
ખોડલધામ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા માં ખોડલને છપ્પનભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. દિવસ દરમિયાન સાત જેટલા ધ્વજારોહણ કરવામાં આવ્યા હતા, જેમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.