ધોરાજીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઘડીયાળ વેચવાના નામે સાયબર કૌભાંડ ૪ શખ્સ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ધોરાજી પોલીસે આરોપી સિકંદર સલીમ , સુફીયાન સલીમ, ઉસ્માન સલીમ અને અહેમદ સલીમ વિરૂધ્ધ સાયબર ક્રાઇમ અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મુખ્ય સૂત્રધાર ઉસ્માન સલીમ છેલ્લા દોઢ વર્ષથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતો હતો
તે મોંઘીદાટ અને બ્રાન્ડેડ થડિયાળોના આકર્ષક વિડીયો મૂકી ગ્રાહકોને પોતાની જાળમાં ફસાવતો હતો. ગ્રાહકો જ્યારે વોટ્સએપ મોબાઈલ નંબર પર સંપર્ક કરતા, ત્યારે તેમને એડવાન્સ પેમેન્ટ ચુકવવા કહેતો હતો.આ શખ્સો ”SELLOSHIP” નામની એક એપ્લિકેશનનો પણ ઉપયોગ કરતા. જયારે કોઈ ગ્રાહક નાણાં ચૂકવવામાં ખચકાટ અનુભવે, ત્યારે આરોપીઓ આ એપ દ્વારા નકલી કુરિયર ટ્રેકિંગ આઈડી જનરેટ કરીને મોકલતા હતા. ગ્રાહકને લાગતું કે તેમનું પાર્સલ રવાના થઈ ગયું છે, એટલે તેઓ પુરેપુરા નાણાં ટ્રાન્સફર કરી દેતા. નાણાં મળ્યા બાદ તુરંત જ ગ્રાહકનો નંબર બ્લોક કરી દેવામાં આવતો હતો.
આ કૌભાંડમાં ઉસ્માને તેના ભાઈઓ અને મિત્રોને પણ સામેલ કર્યા હતા. સિકંદર સલીમ -વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશનની ફરિયાદ મુજબ તેના ખાતામાં એક છેતરપિંડીના નાણાં જમા થયા હતા. ૨ સુફિયાન સલીમ -તેના ખાતામાં વેસ્ટ = બંગાળના દક્ષિણ દિનાજપુર સાયબર – ક્રાઈમ હેઠળ નોંધાયેલી ફરિયાદના ૫૦,૦૦૦ સહિત કુલ ૫૮,૦૦૦ જમા ન થયા હતા.આ વ્યવસ્થા બદલ સાથીદારોને નાણાં ઉપાડી આપવા બદલ ૨૦ ટકા – કમિશન મળતું હતું,
જયારે બાકીના ૮૦ ટકા નાણાં તેઓ ઉસ્માનને રોકડા પહોંચાડતા હતા.રાજકોટ ગ્રામ્ય સાયબર સેલને સમન્વય અને એનસીસીઆરપી પોર્ટલ 5 પરથી આ બેંક ખાતાઓ વિશે શંકાસ્પદ ધારાજી ની માહિતી મળી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ધોરાજી અને જમનાવડ રોડ શાખાના ખાતાઓની તપાસ કરતા અને – કેવાયસી વિગતો ચકાસતા આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ટોળકી પુરાવાનો નાશ કરવા માટે અત્યંત સાવધ રહેતી હતી.