ગઠિયાએ પેન્શન રિટાયર્ડ કાર્ડ બનાવવાનું કહીં 15.99 લાખની છેતરપિંડી આચરી

રાજકોટમાં બેંકના નિવૃત્ત અધિકારી સાથે 15.99 લાખની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં સાયબર ગઠિયાઓ દ્વારા પેન્શન રિટાયર્ડ કાર્ડ બનાવવા માટેનું કહીં છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે દેનાબેંક અને હાલ બેંક ઓફ બરોડાના નિવૃત ક્લાસ વન ઓફિસર હસમુખભાઈ ભગવાનજીભાઈ ગણાત્રા (ઉ.વ.72) એ ફેસબૂકની આઇડીના એક ધારક, ઇન્ડસલેન્ડ બેંકના ખાતાધારક અને અન્ય એક રેઝરપે એકાઉન્ટના ધારક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બેંક ઓફ બરોડાના પેઇજની યુઆરએલ પર ક્લિક કર્યું હતું હસમુખભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 6 નવેમ્બર 2025ના રોજ હું ફેસબુક ઉપર સર્ફીંગ કરી રહ્યો હતો, ત્યારે ફેસબુક પર બેંક ઓફ બરોડાના નામથી એક પેઇજ જોવા મળતાં તેની યુઆરએલ લિંક ઓપન કરતા તેમાં બેંક ઓફ બરોડા-પેન્શન રિટાયર્ડ કાર્ડ બનાવવા માટેનું ફોર્મ જોવા મળ્યું હતું. અગાઉ હું દેના બેંકમાં નોકરી કરી નીવૃત થયો એ પછી દેનાબેંક બેંક ઓફ બરોડા બેંકમાં મર્જ થઇ હોવાથી મેં તેમાં એપ્લાઇ બટન પર ક્લિક કર્યું હતું.

બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર આપ્યા હતાં એકાદ કલાક પછી અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો. જે મેં રિસીવ કર્યો હતો. જો કે આ વીડિયો કોલમાં સામેવાળાનો માત્ર બેંક ઓફ બરોડોનો લોગો જ દેખાતો હતો. આ દરમિયાન મને એપ્લાય કર્યું હોવાથી મારી વિગતો આપવાનું કહેતાં મેં મારું પેન્શન જે બેંકમાં જમા થાય છે તે બેંકના એકાઉન્ટ નંબર, તે બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર આપ્યા હતાં. તેમજ મારું એડ્રેસ વેરીફાય કરાવ્યું હતું.

હું મારો ફોન લઇને સેમસંગ કેરમાં ગયો હતો લગભગ અડધો કલાક જેટલો સમય સુધી વીડિયો કોલ ચાલુ રહ્યો હતો. આ પછી મને કહ્યું કે કાર્ડ જનરેટ થઇ રહ્યું છે. ત્યાર બાદ ફોન કટ થઇ ગયો હતો. મેં મારો ફોન ચેક કરતા તે લોક થઇ ગયો હતો અને ઓપન થતો ન હતો. આથી હું મારો ફોન લઇને સેમસંગ કેરમાં ગયો હતો અને ફોન ફોર્મેટ કરાવ્યો હતો જેથી અન્ય તમામ માહીતી મારા ફોનમાંથી ડીલીટ થઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *