રાજકોટમાં રહેતી યુવતીને બેંકનું ફોર્મ ભરવાનું કહી ઘરે બોલાવી કુકર્મ આચર્યું’તું, યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો

રાજકોટમાં રહેતી એક યુવતીને બેંકનું ફોર્મ ભરી દેવાનું કહી એક યુવકે આચરેલા દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. દુષ્કર્મ બાદ યુવતી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. દુષ્કર્મ સહિતની કલમ હેઠળ કુવાડવા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો આ કેસમાં બન્ને પક્ષની દલીલોના અંતે પુરાવાઓને ધ્યાનમાં રાખી રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા આરોપી જીગર ઉર્ફે જીગો ભાદરકાને આજીવનકેદની સજા તેમજ રૂપિયા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

જુલાઈ 2023માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી તા.01.07.2023ના રોજ કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકાએ બેંકનું ફોર્મ ભરવાનું કહી યુવતીને ઘરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પુરાવો મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.

ચાર્જશીટ બાદ કોર્ટમાં કેસ શરૂ થતા પ્રોસીક્યુશન દ્વારા આ કેસના મુખ્ય સાહેદ ફરિયાદી યુવતીની કોર્ટમાં સોગંદ ઉપર જુબાની લેવામાં આવી અને તેમની જુબાનીમાં તેણીની ઉપર આરોપીએ દુષ્કર્મ કરેલ હોવાની હકીકત જણાવી હતી. તેમજ આ કેસમાં પ્રોસીક્યુશન દ્વારા ડોક્ટરની, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની, તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી અને દસ્તાવેજી પુરાવા લીસ્ટ રજૂ રાખવામાં આવ્યા હતા જેમાં ફરિયાદ પંચનામાં તથા મેડિકલ સર્ટિફિકેટ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન સહિત દસ્તાવેજી પુરાવો કોર્ટમાં રજૂ રાખવામાં આવ્યા હતા.

યુવતીને આઘાત લાગતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો’તો સરકાર તરફે સરકારી વકીલ દ્વારા વિસ્તૃત દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ ફરિયાદી યુવતીને બેંકનું ફોર્મ ભરવાના બહાને બાવડું પકડી રૂમમાં લઈ જઈ ધમકી આપી શરીર સંબંધ બાંધ્યો હતો. પછી આ ઘટનાના કારણે યુવતીને ખૂબ જ આઘાત લાગી આવતા તેણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીનું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ડાઈંગ ડેકલેરેશન લેવામાં આવ્યું હતું તેમાં પણ ફરિયાદી યુવતીએ તેણીની ઉપર આરોપીએ કરેલ દુષ્કર્મ અંગેની હકીકત જણાવી હતી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલ સીઆરપીસી કલમ 164ના નિવેદનમાં પણ તેણીની ઉપર આરોપીએ કરેલ દુષ્કર્મ અંગેની હકીકત જણાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *