વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પોલીસ હેડ ક્વાર્ટર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અન્ય એક કાર અને 2 ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જનાર કાર ચાલક હિતેશભાઈ સૂર્યકાંત ઠક્કર ઉંમર વર્ષ 62નું સારવાર પહેલા જ મોત થઈ ગયું છે. મૃતક મકરપુરા જાનકીપાર્ક સોસાયટીમાં રહે છે. આ ભયાનક અકસ્માતમાં એક કાર અને બે બાઇકને ટક્કર મારતા ઈજાગ્રસ્ત કરશનભાઈ ચંદુભાઈ રાઠવા અને પ્રતીક રાઠવાને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને વ્યક્તિને માથાના ભાગે ઇજાઓ પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હિતેશભાઈ સૂર્યકાંત ઠક્કર (ઉંમર 62, રહેવાસી: મકરપુરા, જાનકીપાર્ક સોસાયટી) કોઠી ચાર રસ્તા પાસે આવેલા પોલીસ હેડક્વાર્ટર્સ રોડ પરથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન કારે સામે રહેલી એક અન્ય કાર તેમજ બે ટુ-વ્હીલર વાહનોને જોરદાર ટક્કર મારી હતી.