ટોપ-10 કંપનીઓમાં 3 કંપનીઓની વેલ્યુ ₹75,855 કરોડ વધી

માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબે દેશની 10 સૌથી મોટી કંપનીઓમાંથી 3 કંપનીઓની વેલ્યુ પાછલા અઠવાડિયાના કારોબારમાં 75,855.43 કરોડ રૂપિયા વધી ગઈ. આ સમયગાળા દરમિયાન દેશની સૌથી મોટી સરકારી બેંક SBIની વેલ્યુ સૌથી વધુ વધી છે.

SBIનું માર્કેટ કેપ 39,045.51 કરોડ રૂપિયા વધીને ₹9.62 લાખ કરોડ થઈ ગયું છે. ઇન્ફોસિસની માર્કેટ વેલ્યુ ₹31,014.59 કરોડ વધીને ₹7.01 લાખ કરોડ પહોંચી ગઈ છે. જ્યારે ICICI બેંકનું માર્કેટ કેપ 5,795.33 કરોડ રૂપિયા વધીને ₹10.09 લાખ કરોડ થઈ ગયું છે.

રિલાયન્સ સહિત 7 કંપનીઓની વેલ્યુ ₹75,549 કરોડ ઘટી

જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને લાર્સન એન્ડ ટુબ્રોની માર્કેટ વેલ્યુમાં કુલ 75,549.89 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

આ સાત કંપનીઓને જેટલું નુકસાન થયું, તેના કરતાં ત્રણ કંપનીઓ- SBI, ઇન્ફોસિસ અને ICICI બેંકને વધુ ફાયદો થયો છે. આ ત્રણેય કંપનીઓના માર્કેટ કેપમાં કુલ 75,855.43 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.

રિલાયન્સનું માર્કેટ કેપ ₹23,952 કરોડ ઘટ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ₹23,952 કરોડ ઘટીને ₹19.72 લાખ કરોડ પર આવી ગયું છે. લાર્સન એન્ડ ટુબ્રોની માર્કેટ વેલ્યુ ₹23,501.8 કરોડ ઘટીને ₹5.30 લાખ કરોડ પર આવી ગઈ. જ્યારે HDFC બેંકનું માર્કેટ કેપ ₹11,615.35 કરોડ ઘટીને ₹14.32 લાખ કરોડ પર આવી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *