જર્મન ચાન્સેલર અમદાવાદના અતિથિ બનશે; મોદી PM બન્યા ત્યારથી અત્યાર સુધી જિનપિંગ

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ 12-13 જાન્યુઆરીએ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. જોકે, દિલ્હીને બદલે તેઓ સીધા અમદાવાદ આવશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. અમદાવાદ પછી જર્મન નેતા બેંગલુરુ જવાના છે. આ મુલાકાત સાથે જર્મન ચાન્સેલર પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન અમદાવાદની મુલાકાત લેનારા વૈશ્વિક નેતાઓની યાદીમાં જોડાશે.

મેર્ઝ પહેલાં અને મોદી વડાપ્રધાન બન્યા પછી 19 ગ્લોબલ લીડર ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. જેમાં સૌપ્રથમ મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે લીધી હતી.

શી જિનપિંગ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોને ગુજરાત દર્શન કરાવવાની શરૂઆત શી જિનપિંગની મુલાકાત સાથે થઈ હતી. જિનપિંગ તેમનાં પત્ની પેંગ લિયુઆન સાથે 2014ની 17 સપ્ટેમ્બરે અમદાવાદ પહોંચ્યાં હતાં. મોદી જિનપિંગને સાબરમતી આશ્રમ લઈ ગયા હતા, જ્યાં જિનપિંગે ચરખો ચલાવ્યો હતો. એ ઉપરાંત રિવરફ્રન્ટ પાર્કમાં મોદીએ જિનપિંગને હીંચકે પણ ઝુલાવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન ભારત-ચીન વચ્ચે ત્રણ કરાર પર હસ્તાક્ષર થયા હતા. એ પછી જિનપિંગ દિલ્હી ગયા હતા, જ્યાં તેમણે કેટલાક વધુ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *