કોઠારીયા ચોકડી પાસે વાહનચાલક અને મહિલા ટ્રાફિક પોલીસ વચ્ચે ઝપાઝપી

રાજકોટમાં ગત 2 જાન્યુઆરીના પ્રેસની ખોટી ઓળખ આપી એક શખ્સે ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જે ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. શહેરની કોઠારીયા ચોકડી પાસે વાહન ચેકિંગમાં રહેલા મહિલા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલે આરટીઓ માન્યતા વિનાની નંબર પ્લેટ સાથે આવેલા વાહન ચાલકને રોકતા તે સંજય ધામેચા નામના શખ્સે પ્રેસમાં હોવાની ખોટી ઓળખ આપી દંડ ભર્યો ન હતો. જે બાદ ઝપાઝપી કરી ટ્રાફિક પોલીસ સાથે મારામારી કરી હતી અને મહિલા ટ્રાફિક પોલીસને કાંડામાં ઇજા પહોંચાડી હતી. જોકે આ અંગે આજીડેમ પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, આરટીઓ માન્યતા વિનાની નંબર પ્લેટ સાથે આવેલા વાહન ચાલકને રોકવામાં આવતા તે ટ્રાફિક પોલીસ સાથે મારામારી કરે છે અને પછી અન્ય વ્યક્તિને વીડિયો ઉતારવાનું કહે છે. જ્યારે અન્ય વીડિયોમાં સંજય ધામેચા કહે છે કે, મારો કોલર શા માટે પકડ્યો? જેથી પોલીસે કહ્યું કે તમે ગાળ બોલ્યા હતા. જે બાદ યુવાને આક્ષેપ કર્યો હતો કે તમે મારો ફોન તોડી નાખ્યો જ્યારે સામે પક્ષે પોલીસે કહ્યું કે અમે અમારી ફરજ બજાવતા હતા અને ત્યારબાદ તે શખ્સે પોલીસનો કોલર પકડી ઝપાઝપી કરી.

વાહનચાલક સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો રાજકોટ શહેરમાં ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સેજલબેન પરમારે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 જાન્યુઆરીના બપોરે કોઠારીયા ચોકડી બ્રીજ ઉપર ફરજ પર હતા ત્યારે 12.25 વાગ્યે કોઠારીયા ચોકડી ઉપર વાહન ચેકીંગની કરતા હતા. આ દરમિયાન આર.ટી.ઓ માન્ય નંબર પ્લેટ વગરનુ એક વાહન આવતા તેને રોકી તેના નંબર જોતા GJ10ED 7613 લખ્યુ હતુ. જેથી વાહન ચાલકને દંડ ભરવાનુ કહ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *