2025ના છેલ્લા દિવસ સુધી માવઠાએ પીછો ન છોડ્યો, હજુ આજે પણ આગાહી

વર્ષ 2025ના અંતિમ દિવસે જ્યારે લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા હતા, ત્યારે મેઘરાજાએ અચાનક ‘થર્ટી ફર્સ્ટ’ની પાર્ટીમાં એન્ટ્રી કરી હતી. રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથક સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા બુધવારે સાંજે કમોસમી વરસાદ વરસ્યો હતો.

રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજે 5 વાગતાની સાથે જ શહેરના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા.

ભરશિયાળે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હાલ ખેતરોમાં ચણા, જીરું અને ઘઉં જેવા રવીપાકો તૈયાર થઈ રહ્યા છે, ત્યારે માવઠાને કારણે પાકને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દ્વારકા તથા કચ્છ જિલ્લામાં ગુરુવારે પણ હળવો વરસાદ પડી શકે છે.

લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ કરતા હતા, મેઘરાજાએ ‘થર્ટી ફર્સ્ટ’ની પાર્ટીના રંગમાં ભંગ પાડ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *