રશિયન ને દુબઈની બેલી ડાન્સર ગુજ્જુઓ જોડે ઠૂમકા લગાવશે

ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ રહ્યું પણ ન્યૂ યર પાર્ટીનો જલસો કરવામાં તો આપણા ગુજરાતીઓ પાછા પડે જ નહીં. સૌ કોઈ વર્ષ 2026ને આવકારવા તૈયાર છે. ખાસ કરીને અમદાવાદમાં તો થર્ટી ફર્સ્ટની પાર્ટીનો માહોલ જ કઇંક જુદો હોય છે. આ વખતે શહેરમાં 4 જગ્યાએ એકદમ નવી અને ટ્રેન્ડ સેટર કહી શકાય એવી થીમ સાથે પાર્ટી થવાની છે. જેમાં ગિફ્ટ સિટીમાં યોજાનારી પિરામિડથી લઈ સાયન્સ સિટીના ‘વાઈબવર્સ ફાર્મમાં હોરર અને મુમતપુરાના અમોર કાફેમાં હોલિવૂડના ઓસ્કર એવોર્ડ્સની થીમ રાખવામાં આવી છે.

સાથે જ પામ ગ્રીન્સ ક્લબમાં રશિયન અને દુબઈની બેલી ડાન્સર ગુજ્જુઓ જોડે ઠુમકા લગાવશે. તો સુરતના સરસાણા ડોમમાં જંગલ થીમમાં મદહોશી, મસ્તી ને મોજ પાર્ટી એનિમલ્સને દિવાના બનાવશે તો રાજકોટમાં સૌથી મોટી સાઉન્ડ સિસ્ટમ રાજકોટીયન્સને પાગલ કરશે

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાનારી પિરામિડ થીમની પાર્ટીને લઈ ઈશાન, ‘ધ ટીઆઈડી લાઈવ’ના ઓનરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે ‘સેવન ડાયનેસ્ટી’ નામની એક થીમ છે. જેને અમે ગિફ્ટ સિટીમાં રિપ્રેઝન્ટ કરી રહ્યા છીએ. અમારો મોટિવ એ છે કે જે ગીઝામા એક થીમ થાય છે. ઇજિપ્શિયન થીમ ઉપર, એ પૂરી થીમને રિક્રીએટ કરી આપીએ છીએ. આખા ગુજરાતમાં આ પહેલીવાર થઈ રહ્યું છે કે મોટા પિરામિડ્સ બને છે જે ગીઝામાં બનતા હોય છે. એ પિરામિડ્સ પ્લસ એની જે ટેકનો વાઈબ્સ હોય, એવી આખી ઇજિપ્શિયન થીમ અમે રિક્રીએટ કરી રહ્યા છીએ. તો આ ગુજરાતની સૌથી મોટી ઇજિપ્શિયન થીમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *