કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ વિસ્તારમાંથી ગુમ થયેલા નવ લોકોને શાપર વેરાવળ પોલીસે શોધી કાઢ્યા છે. પોલીસે ટૂંકા ગાળામાં આ તમામ ગુમ થયેલા લોકોને તેમના પરિવારજનો સાથે સફળતાપૂર્વક પુનર્મિલન કરાવ્યું હતું
આ શોધખોળ માટે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેકનિકલ સોર્સનો ઉપયોગ કર્યો હતો. આ પ્રયાસોના પરિણામે, પરિવારથી વિખૂટા પડેલા લોકોને શોધી કાઢી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
પોલીસની આ ઝડપી અને કાર્યક્ષમ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા સરાહના મળી રહી છે. આનાથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.