રાજકોટ ડિવિઝનની 125 ટ્રેનના સમયમાં 1 જાન્યુઆરીથી ફેરફાર થશે

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરો માટે નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી નવું ટાઈમ-ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 108 જેટલી ટ્રેન નિર્ધારિત સમય કરતા 1થી 42 મિનિટ વહેલા અને 17 ટ્રેનો 2થી 20 મિનિટ મોડી કરવામાં આવી છે.

નિર્ધારિત સમય કરતા ટ્રેન વહેલા ઉપડશે રાજકોટ રેલવે ડિવિઝનની યાદીમાં જણાવ્યા મુજબ મડગાંવ- હાપા એક્સપ્રેસ, દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો, તિરુવનંતપુરમ- વેરાવળ એકસપ્રેસ, એર્નાકુલમ- ઓખા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ- જામનગર હમસફર, રાજકોટ- વેરાવળ લોકલ અને દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ તેના નિર્ધારિત સમય કરતા 5 મિનિટ વહેલા ઉપડશે. જયારે રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ, પુરી-ઓખા એક્સપ્રેસ, દેહરાદુન-ઓખા, ઉતરાંચલ એક્સપ્રેસ, બિલાસપુર-ઓખા એક્સપ્રેસ, નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ, રાજકોટ-પોરબંદર એકસપ્રેસ, વેરાવળ-રાજકોટ લોકલ અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 10 થી 20 મીનિટ વહેલા ઉપડશે.

આ ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ઉપડશે જ્યારે માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એકસપ્રેસ અને માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ 27 મિનિટ વહેલા ઉપડશે. આજ રીતે પોરબંદર-રાજકોટ લોકલ, ઓખા-રામેશ્વરમ એકસપ્રેસ, ઓખા-શાલીમાર એકસપ્રેસ, પોરબંદર-શાલીમાર એકસપ્રેસ, પોરબંદર-સાંતરાગાછી એકસપ્રેસ અને પોરબંદર-રાજકોટ લોકલ નિર્ધારિત સમય કરતા 5-5 મિનિટ મોડી ઉપડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *