સૌરાષ્ટ્રભરની શાળામાં જઇ નિવૃત્તવન અધિકારી બાળકોને રમાડે છે વિસરાયેલી શેરી રમતો

આજના મોબાઈલ અને ડિજિટલ યુગમાં બાળકો ધીમે ધીમે મેદાનની રમતો અને દેશી રમતો ભૂલતા જઈ રહ્યા છે. મોબાઈલમાં ગેમ્સ, વીડિયો અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય સાથે સાથે સામાજિક સંસ્કાર પર પણ અસર પડી રહી છે.

આવી સ્થિતિમાં નિવૃત્ત વન અધિકારી વી.ડી. બાલાએ અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી છે. નિવૃત્તિ બાદ પણ સમાજ માટે કંઈક કરવાની ભાવનાથી પ્રેરાઈને આ વન અધિકારી સૌરાષ્ટ્રની વિવિધ શાળાઓમાં જઈ બાળકોને પરંપરાગત દેશી રમતો રમાડે છે.

બાળકોને મોબાઈલથી દૂર કરીને મેદાન તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના 2,00,000 બાળકોને શેરી રમત રમાડી ચૂક્યા છે. આ દેશી રમતો માત્ર મનોરંજન પૂરતી નથી, પરંતુ બાળકોમાં શારીરિક તંદુરસ્તી, ટીમવર્ક, સહકાર, ઝડપી નિર્ણયશક્તિ અને સંસ્કારનો વિકાસ પણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *