સસ્તી-ડિસ્કાઉન્ટની લાલચમાં ડુપ્લિકેટ દવાનું વેચાણ, કેમિસ્ટ એસોસિએશનો ઓથોરાઇઝડ સ્ટોકિસ્ટ પાસેથી ખરીદવાનો નિર્ણય

ગત નવેમ્બર 2025માં પોન્ડીચેરી ખાતે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને એલર્જીની ડુપ્લિકેટ દવા ઝડપાતા સમગ્ર દેશનું કેમિસ્ટ એસોસિએશન હરકતમાં આવ્યું છે. ગુજરાત કેમિસ્ટ બાદ રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા મીટિંગ યોજી મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા જનજાગૃતિ કમિટીની રચના કરી ખાસ મેડિકલ સ્ટોરના ધારકો રાજકોટ ભારથી દવા ન ખરીદવા અને રાજકોટના ઓથોરાઈઝડ સ્ટોકિસ્ટ પાસેથી જ દવા ખરીદવા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બજારમાં સૌથી વધુ વેચાતી દવાનું લેભાગુ તત્વો દ્વારા ડુપ્લિકેશન કરવામાં આવ્યું છે અને તેની આડ અસરથી દર્દીને એકના બદલે બીજી તકલીફ પણ શરીરમાં ઉભી થઇ શકે છે, ત્યારે કેમિસ્ટ એસોસિએશન દ્વારા લોકોને પણ ખાસ તેમના જાણીતા મેડિકલ સ્ટોર્સ પરથી જ દવા ખરીદ કરવા અને ડિસ્કાઉન્ટની લાલચમાં ન પડવા અપીલ કરવામાં આવી છે.

કેમિસ્ટ એસોસિએશનની એક મીટિંગ મળી ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ સત્યન પટેલએ જણાવ્યું હતું કે, કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા બાદ ગુજરાત કેમિસ્ટ એસોસિએશનની સૂચના પછી રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા જનજાગૃત કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકોને જાગૃત કરવા અને ડુપ્લિકેટ દવાનું સેવન કરતા અટકાવવા માટે મુખ્ય આ કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં એક મહિના પહેલા જે પોન્ડીચેરી ખાતે ડુપ્લિકેટ દવાઓ ઝડપાઇ તે કદાચ આખા દેશમાં અલગ અલગ જગ્યાએ પહોંચી હોવાની આશંકા છે, ત્યારે હજુ સુધી રાજકોટ કે ગુજરાતમાં આ દવા પહોંચી નથી, પરંતુ સસ્તા અને વધુ ડિસ્કાઉન્ટની લાલચમાં લોકો ન આવી ઓથોરાઈઝડ જગ્યાએથી દવા ખરીદવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *