રાજકોટ મનપાની ફૂડ શાખાની તપાસમાં શ્રી રામ ડેરી,જય બજરંગ ડેરી ફાર્મનો ઘીનો નમૂનો ફેઈલ

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લેવામાં આવેલા ઘી અને પનીરના બબ્બે નમૂના ફેઈલ જાહેર થયા છે. શહેરના અમીન માર્ગ રોડ ઉપર આવેલ પ્રખ્યાત પાયલ પંજાબી ફૂડ પાર્સલ અને કોઠારીયામાં પંગત રેસ્ટોરન્ટમાંથી પનીર તો મોરબી રોડ ઉપર શ્રીરામ ડેરી તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસે જય બજરંગ ડેરી ફાર્મમાંથી ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ એટલે કે ફેલ જાહેર થયા છે. હવે આ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કેસ એડિશનલ કલેકટર સમક્ષ ચાલશે અને ત્યારબાદ દંડ ફટકારાશે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોરબી રોડ ઉપર અભિરામ પાર્ક મેઇન રોડ પરના શ્રીરામ ડેરી ફાર્મમાંથી શુધ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ માટે લેવામાં આવ્યો હતો. જોકે રિપોર્ટમાં B.R. READING AT 400 C અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ તથા રીચર્ટ વેલ્યૂ એટલે કે ફેટી એસિડ (ચરબીનું પ્રમાણ) ધારાધોરણ કરતા ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઇલ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત ગ્રીન લેન્ડ ચોકડી પાસે શિવનગર મેઇન રોડ પર જય બજરંગ ડેરી ફાર્મમાંથી લેવામાં આવેલ શુધ્ધ ઘી (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં B.R. READING AT 400 C અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ, રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી તથા ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી હોવાથી નમૂનો ફેઇલ જાહેર કરાયો છે. જે અંગે પણ એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *