ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતા શિયાળાની જમાવટ શરૂ થઈ છે, જેમાં ગત રાત્રે 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદના ત્રણ દિવસમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે.
નલિયાને પાછળ પાડી વડોદરા, રાજકોટ અને દીવ જેવા વિસ્તારોમાં પણ પારો 12થી 14 ડિગ્રી વચ્ચે રહેતા વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત ડૉ. ચિરાગ શાહના મતે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા ઓછી છે, પરંતુ 4 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળે તેવી પ્રબળ શક્યતા છે.
રાજ્યમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વહેલી સવારે અને સાંજે ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદના 3 દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટવાની શક્યતા છે. ગઈકાલે રાત્રે સૌથી વધુ ઠંડી અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. આ વખતે નલિયાને પાછળ પાડી અમરેલી, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.