રામચરિતમાનસ મંદિરના 4 શિખર પર પહેલી ધ્વજા ચડાવાઇ, 1500થી વધુ ભાવિકો ઊમટ્યાં

રાજકોટની ભાગોળે મોરબી રોડ પર રતનપર પાસે આવેલું શ્રીરામચરિતમાનસ મંદિરના શિખર ઉપર પહેલી ધજાજી ચડાવાઇ.

આ ધ્વજા મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા ચડાવવામાં આવી હતી. પહેલી વિશાળ ચાર ધ્વજા શ્રી રામદરબાર, દ્વારકાધીશ, મહાદેવજી અને હનુમાનજીના મંદિરના શિખર પર ચડાવાઈ હતી. જે 9 મીટરની ત્રણ અને 8 મીટરની એક ધ્વજા હતી.

આ તકે ધ્વજાજીનું પૂજન તથા આરતી કરી દરેક ભક્તોએ ધ્વજાને માથે લઈ કેશિયો પાર્ટી સાથે ગરબાની રમઝટ બોલાવી ધામધૂમથી ઉત્સવ ઉજવાયો. મંદિરમાં મહાઆરતી કર્યા બાદ શિખર પર સલામતીપૂર્વક ધ્વજા ચડાવી અને 1500થી વધુ ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *