કોટડાસાંગાણીના રામોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 24 કલાક ડોક્ટર રાખવા રજૂઆત

કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની અછતના પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

આ અંગે સ્થાનિક રહીશ આકાશ પાડલીયાએ પ્રધાનમંત્રી, રાજ્યના આરોગ્ય મંત્રી અને જિલ્લા પંચાયત પ્રમુખને લેખિત રજૂઆત કરી આરોગ્ય કેન્દ્રમાં 24 કલાક એમબીબીએસ (MBBS) ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.

રામોદ અને તેની આસપાસના 22 ગામોના 4000 થી 5000 લોકો સારવાર માટે આ સરકારી આરોગ્ય કેન્દ્ર પર નિર્ભર છે. બહારથી આવતા શ્રમિકોની સંખ્યા પણ વધી છે. આવા સમયે જ અહીં એમબીબીએસ ડોક્ટરની જગ્યા ખાલી હોવાથી ગ્રામજનોને ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર લેવા મજબૂર બનવું પડે છે.

અરજદારે લેખિતમાં ચીમકી આપી છે કે જો આ પ્રશ્નનો સત્વરે નિકાલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને આમરણ અનશન કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *