રાજકોટ કામદાર યુનિયને RTI બાદ માપણી કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

રાજકોટ મહાનગરપાલિકાની સફાઈ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટ કામદાર યુનિયન દ્વારા કરવામાં આવેલી એક RTI (માહિતી અધિકાર)ની અરજીના જવાબમાં આ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ વિગતો અનુસાર, શહેરમાં સફાઈની જવાબદારી સંભાળતા સફાઈ કામદારોનું વ્યાપક શોષણ થઈ રહ્યું છે અને સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને એક જ કામદાર પાસે બે વ્યક્તિ જેટલું ડબલ કામ કરાવાતું હોવાનું ખુલ્યું છે.

કામદાર યુનિયને આક્ષેપ કર્યો છે કે, આ વ્યવસ્થા પાછળ કરોડો રૂપિયાનો મોટો ભ્રષ્ટાચાર છુપાયેલો છે. જોકે, બીજી તરફ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખાના અધિકારીએ બચાવ કરતા કહ્યું હતું કે, યુનિયન દ્વારા જે રીતે માપણી કરવામાં આવી છે. તેમાં ભૂલ હોવાનું લાગી રહ્યું છે.

RTIમાં નિયમો અને જમીની હકીકત વચ્ચે મોટો તફાવત રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયા દ્વારા સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો, લઘુત્તમ વેતન, PF, ESI, બોનસ અને તેમના સફાઈ વિસ્તારની ભૌગોલિક મર્યાદાઓ અંગે મનપામાં RTI દાખલ કરવામાં આવી હતી. આ RTIના જવાબમાં મનપાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર એક સફાઈ કામદારને 250થી 750 મીટર સુધીના વિસ્તારની સફાઈ કરવાની હોય છે. આ નિયમ કાયમી, કોન્ટ્રાક્ટ આધારિત અને મિત્ર મંડળના તમામ સફાઈ કામદારોને લાગુ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *