શહેરના મિલપરા શેરી નં.7માં હનુમાનજીના મંદિર પાસે ચામુંડા ગેરેજની સામે ફ્લેટમાં બીજા માળે રહેતા ઉષાબેન ભૂપેન્દ્રભાઈ તન્ના(ઉં.વ.55)એ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે પરાબજાર ચોક મનીષ એન્ડ કું. ની સામે અબ્દુલઅલી હસનભાઈ ગાંધીની દુકાનની બાજુમાં ફૂટપાથ પર નારિયેળ અને અગરબત્તીનો થડો રાખી વેપાર-ધંધો કરે છે.
રવિવારે સવારે આઠેક વાગ્યે તેમના પતિએ થડો ખોલ્યો અને તેને વેપારીને પેમેન્ટ આપવાનું હોય જેથી મરૂન કલરના બેગમાં રૂ.82 હજાર લઈને થડા પર આવ્યા હતા. ત્યારે એક ગ્રાહકે વસ્તુ ખરીદી રૂ.50ની નોટ તેને આપી અને રૂ.20 તેણી તે ભાઈને પરત કરી રહી હતી ત્યારે બે અજાણી મહિલાઓ થડા પર આવી ભાવ પૂછવા લાગી હતી.
પગ પાસે જોયું તો મરૂન કલરનો થેલો જોવા ન મળતા પોલીસને જાણ કરી 112ની ગાડી બોલાવી હતી. આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.