ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની 100 મી જન્મજયંતી નિમિત્તે 25 ડિસેમ્બર, 2025ના રોજ ‘સુશાસન દિવસ: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સુશાસનની આ પરંપરાને આગળ ધપાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાંની એક એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આર.એમ.ઓ. ડો. દુસરાએ જણાવ્યું હતુ કે, રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા દર્દીઓ પૈકી વર્ષ-2025 દરમ્યાન 13,991 દર્દીની સારવાર માટે કલેઇમ કરવામાં આવ્યા છે. જેની કુલ કિંમત રૂ.17.30 કરોડથી વધુ થાય છે. આ દર્દીઓ પૈકી 11,728 દર્દીઓ માત્ર ડાયાલિસીસના છે. જેની સારવારની કિંમત રૂ.2.59 કરોડથી વધુની છે.
રાજકોટ જિલ્લા હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં વર્ષ 2024-2025 માં 2,44,092 દર્દીઓએ આયુષ્માન કાર્ડનો લાભ લીધો છે. જેઓને રૂ.40.86 કરોડથી વધુની સારવાર પૂરી પાડવામાં આવી છે. રાજકોટની પદ્મકુંવરબા ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં પ્રસુતિ અને ડાયાલીસીસના સૌથી વધુ દર્દીઓએ પી.એમ.જે.એ.વાય. કાર્ડનો લાભ મેળવ્યો છે. જેમાં ગત વર્ષમાં કુલ 6855 ક્લેઇમ કરવામાં આવ્યા છે. જેમાં દર્દીઓને રૂ.1.88 કરોડના મૂલ્યની સારવાર જયારે વર્ષ 2825- 26માં કુલ 4653 ક્લેઇમમાં રૂ.1.28 કરોડ સુધીની સારવાર દર્દીઓને પુરી પાડવામાં આવી છે.
મનપાના 25 કર્મચારીઓને બઢતી, 113ને ઉચ્ચતર પગારધોરણ મળશે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને પ્રમોશન અને ઉચ્ચતર પગારધોરણ માટેની ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં મહાનગરપાલિકાના 25 કર્મચારીઓને પ્રમોશન, 71 કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ અને મૃત્યુ પામેલા 16 સફાઇ કામદારોના વારસદારોને નોકરીના ઓર્ડર સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા.