કમોસમી વરસાદના નુકસાન બદલ 2.39 લાખ ખેડૂતોને રૂ.665 કરોડ ચૂકવાયા

કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને ટેકો પૂરો પાડવા રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ અન્વયે પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે રાજકોટ જિલ્લામાં કુલ 2,41,466 ખેડૂતોએ અરજી કરી છે. જે પૈકી તા.17 ડિસેમ્બર સુધીમાં 2,39,215 અરજીઓની ચકાસણીની પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ.665 કરોડથી વધુની રકમ ડી.બી.ટી મારફતે સીધી અરજદાર ખેડૂતના આધારલિંક બેક ખાતામાં જમા કરવામાં આવી છે. જ્યારે અન્ય ખેડૂતોની અરજી ચકાસણી પ્રક્રિયા સતત શરૂ છે.

રાજકોટ જિલ્લામાં હાલના તબક્કે 99 ટકાથી વધુ અરજીઓની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે ખેડૂતમિત્રોને આધાર સીડીંગ કરાવવાનું બાકી હોય તેઓને પોતાના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લીંક કરાવી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી સહાયના નાણાં સરળતાથી ખેડૂતના ખાતામાં જમા થઈ શકે.

કુંડલિયા કોલેજ પાસે ખાણીપીણીના નામે પડ્યા પાથર્યા રહેતા ગંજેડીઓને હટાવાયા મહાનગરપાલિકા દ્વારા શાસ્ત્રી મેદાન સામે કુંડલિયા કોલેજ પાસે આવેલી ખાઉંગલીમાં હોકર્સઝોન શરૂ કરીને ખાણીપીણીના ધંધાર્થીઓને આ સ્થળે ધંધો કરીને રોજગાર કમાવવા માટે પરવાનગી આપી છે. ત્યારે અવારનવાર વિવાદમાં રહેતી આ ખાઉંગલીમાં થોડા સમયથી ગંજેરી તરીકે ઓળખાતા માથાભારે શખ્સોએ ખાણીપીણીના ધંધાના નામે અડ્ડો જમાવીને કોલેજે આવતી વિદ્યાર્થિનીઓની સાથે ગંદી મજાક કરતા હતા. આ બાબત કોલેજના પ્રિન્સિપાલના ધ્યાને આવતાં તેઓએ કમિનશનર તુષાર સુમેરાને પત્ર લખીને ત્રાસ દૂર કરવા માટે માગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *