યુનિવર્સિટી રોડ વિસ્તારમાં SRPના જમાદારે 7 વર્ષની બાળાને પાણી આપવાના બહાને બોલાવી ઉત્તેજિત થઇ અડપલાં કર્યાં

રાજકોટ શહેરમાં શુક્રવારે બપોરે બનેલી એક ઘટના કંપારી છોડાવી દે તેવી છે, સમાજનો રક્ષક જ ભક્ષક બન્યો હતો, એસઆરપી ગ્રૂપ-13ના હેડ કોન્સ્ટેબલે 7 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા હતા, ડરી ગયેલી બાળકી કબજામાંથી છૂટીને ઘરે પહોંચી હતી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી.

શહેર પોલીસે પણ આ એસઆરપી જવાનને બચાવવામાં કસર છોડી નહોતી, બાળકીના પરિવારજનો આબરૂ જવાના ભયથી ફરિયાદ કરવા તૈયાર થયા નહોતા.

શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતી 7 વર્ષની બાળકી બપોરે સાડાત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ઉભી હતી ત્યારે એસઆરપી ગ્રૂપ-13નો હેડ કોન્સ્ટેબલ 55 વર્ષનો રાજભા જી. જાડેજા ત્યાંથી પસાર થયો હતો અને બાળકીને પોતાની પાસે બોલાવી હતી, એસઆરપી જવાનને પાણી જોઇતું હશે તેમ સમજી બાળકી તેની પાસે ગઇ હતી, બાળકી નજીક આવતા જ એસઆરપીમેન અત્યંત ઉત્તેજિત થઇ ગયો હોય તેમ બાળકીને ભેટી ગયો હતો અને અડપલાં શરૂ કરી દીધા હતા.

માનવતા દાખવીને 55 વર્ષની વયના એસઆરપીમેન જાડેજા પાસે ગયેલી બાળકી સમગ્ર ઘટનાથી ડઘાઇ ગઇ હતી, એસઆરપીમેન રાજભા કામુક હરકતો કરવા લાગ્યો હતો, થોડી ક્ષણોમાં બાળકી તેના સકંજામાંથી છૂટીને દોડીને પોતાના ઘરમાં જતી રહી હતી અને તેની માતાને ભેટીને રડવા લાગી હતી, વહાલસોયી પુત્રીને કંઇક લાગ્યું હશે કે તેનાથી કંઇક ભૂલ થઇ હશે, જેથી તે રડતી હશે તેવું જનેતાને એક તબક્કે લાગ્યું હતું, તેણે પુત્રીને શાંત કરી વિશ્વાસમાં લઇને પૃચ્છા કરી ત્યારે બાળકીએ આપવીતી વર્ણવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *