મોટી પાનેલીમાં સરપંચની મંજૂરી વગર ભૂગર્ભ ગટરનું‎કામ શરૂ થતાં તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ‎

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની અંદર એક વિવાદ અને ચર્ચાસ્પદ કામગીરી સામે આવી છે જેમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચની મંજૂરી અને ઠરાવ તેમજ વર્ક ઓર્ડર વગર અને તેમની જાણ બહાર અચાનક ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું અને ભૂગર્ભ ગટરના ભૂંગળાઓ રસ્તો ખોદી ફીટીંગ કરવાની કામગીરી ચાલી રહી હતી

તે દરમિયાન સરપંચને ગ્રામજનોના માધ્યમથી મળેલી માહિતી અને ફરિયાદોને લઈને સરપંચ દ્વારા રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી કામ અટકાવી બંધ કરાવ્યું હતું અને આ બાબતને લઈને ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આ પ્રકારે ખોટા કામો અટકાવવા બાબતે લેખિત ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે.

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે મોહન બાપાના પૂતળા વાળા ચોકથી લઈને રેલવેના પાટા સુધીની કલી અને રસ્તા ઉપર રોડનું કામ ચાલી રહ્યું છે જેમાં આ રોડના કામની વચ્ચે અચાનક વધુ ખોદકામ કરી અને ભૂગર્ભ ગટર માટેના ભૂંગળાઓ ફીટ કરવાની કામગીરી ચાલ રહી હતી

ત્યારે આ બાબતે સ્થાનિકોએ સરપંચ સહિતનાઓને ફરિયાદ કરી હતી ત્યારે આ ભૂગર્ભ ગટરના કામને લઈને સરપંચને કોઈપણ પ્રકારની જાણ ખબર કે આ ભૂગર્ભ ગટરના કામને લઈને કોઈ પણ પ્રકારનો ઠરાવ ન થયેલ હોય તેમ જ કોઈપણ પ્રકારની મંજૂરી આપેલ ન હોય ઉપરાંત કોઈપણ પ્રકારનો વર્ક ઓર્ડર સરપંચની મંજૂરીથી અપાયેલ હોય તેવું સામે ન આવતા સરપંચ સહિતનાઓ દ્વારા તુરંત પ્રથમ આ કામ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધું હતું બાદમાં તાલુકા વિકાસ અધિકારીને આ મામલે ફરિયાદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *