ઘરે બેઠા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલી શકશો

ટૂંક સમયમાં તમે ઘરે બેઠા આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બદલી શકશો. આધારને નિયંત્રિત કરતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ નવી ડિજિટલ સેવાની જાહેરાત કરી છે.

આના દ્વારા યુઝર્સ આધાર એપ પર OTP વેરિફિકેશન અને ફેસ ઓથેન્ટિકેશનથી પોતાનો મોબાઇલ નંબર અપડેટ કરી શકશે. આ સેવા દૂરના વિસ્તારોમાં રહેતા લોકો અને સિનિયર સિટીઝન્સને સરળતા પૂરી પાડશે.

આધાર કાર્ડ દેશની સૌથી મોટી આઇડેન્ટિટી સર્વિસ છે, જેમાં 130 કરોડથી વધુ લોકોનો ડેટા જોડાયેલો છે. મોબાઇલ નંબર તેનો સૌથી મહત્વનો ભાગ છે, કારણ કે તેનાથી જ OTP દ્વારા બેંક એકાઉન્ટ, સરકારી સબસિડી, ઇનકમ ટેક્સ વેરિફિકેશન અને ડિજિટલ સર્વિસિસ જેમ કે ડિઝીલોકર સુધી એક્સેસ મળે છે.

જો નંબર જૂનો થઈ જાય કે ખોવાઈ જાય તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. અત્યાર સુધી તેને અપડેટ કરવા માટે એનરોલમેન્ટ સેન્ટર જવું પડતું હતું, જ્યાં બાયોમેટ્રિક વેરિફિકેશન અને લાંબી કતારોનો ઝંઝટ થતો હતો. પરંતુ હવે UIDAI ડિજિટલ રીતે તેને સરળ બનાવવા જઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *