સૌરાષ્ટ્ર અને ગુજરાતને જળસંચય દ્વારા ફરીથી હરિયાળું બનાવવાના ઉમદા હેતુ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાનો મહાસંકલ્પ લેવામાં આવ્યો છે. આ વિશાળ લક્ષ્યને ગતિ આપવા તરફના ઐતિહાસિક પગલા રૂપે ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતની 111 પવિત્ર નદીઓનું જલ એકત્ર કરી તેની ’જલ કળશયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે બપોરે ચાર વાગ્યે રાજકોટમાં ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, વીવાયઓ શ્રીનાથ ધામ હવેલી ખાતેથી ગીરગંગા બેન્ડ પાર્ટી સાથે ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે આ યાત્રાનો શુભારંભ થયો હતો.
પીજીવીસીએલના એમડી કેતનભાઇ જોષીએ હવેલીમાં પવિત્ર જલકળશનું પૂજન કરીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જલયાત્રા હવેલીથી જીવરાજ પાર્ક સ્થિત અંબાજી મંદિરે પહોંચી હતી, આજથી આ યાત્રા રાજકોટભરમાં જળકળશ પૂજન માટે ફરશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના દરરોજ રાત્રે 7 થી 12 દરમિયાન યોજાનાર વિખ્યાત તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની યોજાનારી ’જલકથા’ પૂર્વે આ એક જનજાગૃતિ અભિયાન બની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકામાં 5માં ડે. મ્યુ. કમિશનર પી.પી. પટેલ હાજર થયા લાંબા સમયથી ખાલી પડેલી ગુજરાત કેડરના અધિકારીની જગ્યા પર રાજકોટ મહાનગરપાલિકામાં નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કેડરના અધિકારી પી.પી. પટેલે આજે RMC ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DMC) તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. RMCમાં ચાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કાર્યરત છે, જ્યારે પાંચમા અધિકારીની જગ્યા ખાલી હતી. પી.પી. પટેલ અગાઉ અમદાવાદમાં હેડ ક્વાર્ટર તરીકે ફરજ બજાવતા હતા.
તેમની નિમણૂક RMCમાં થતાં, તેઓએ કમિશનર સાથે મુલાકાત કરી હતી અને કમિશનર દ્વારા તેમને સિટી એન્જિનિયર- 2 અને કાયદા શાખા સહિતની અન્ય શાખાઓનો હવાલો સોંપવામાં આવ્યો છે. હવે RMCમાં કુલ 5 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કાર્યરત થયા છે. આ અધિકારી સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની શારીરિક સાઈટની મુલાકાત લઈને તેમજ હેડ ક્વાર્ટરના વિભાગોની સમીક્ષા કરીને વિકાસના કાર્યોને વધુ વેગ આપશે.