રાજકોટમાં 12.6, વડોદરામાં 14, અમદાવાદમાં 15 અને ગાંધીનગરમાં 13.5 ડિગ્રી ઠંડીનો પારો રહ્યો

રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. આજે સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયામાં 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું ઠંડું શહેર ઓખા રહ્યું છે. ચાર મહાનગરોની વાત કરીએ તો સુરતને બાદ કરતા તમામમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યના તમામ શહેરમાં તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે પહોંચી ગયો છે.

સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ દ્વારકામાં ન્યૂનતમ તાપમાન 19.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *