રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફિલ્મ અભિનેત્રી અને ભાજપના લોકસભાના સાંસદ કંગના રનૌત આવી પહોંચ્યા હતા. જેમનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની એક ઝલક જોવા માટે એરપોર્ટ પર ચાહકો ઉમટી પડ્યા હતા. થોડા દિવસો પહેલા અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને તેઓએ સાસણમાં સિંહ દર્શન કર્યું હતું.
જામનગરમાં નીતા અંબાણીનો જન્મદિવસ હોવાથી અનેક સેલિબ્રિટી ત્યાં જવા માટે રાજકોટ એરપોર્ટ પર એક અઠવાડિયા પહેલા આવી પહોંચ્યા હતા. જેમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. જે બાદ સાસણમાં હાલ સિંહ દર્શન શરૂ થયું છે ત્યારે થોડા દિવસો પહેલા ફિલ્મ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સહિતના સેલિબ્રિટી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
આ દરમિયાન આજે સવારે એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઈટમાં ભાજપના લોકસભાના સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આવી પહોંચી હતી. આ સમયે બ્લેક સાડી અને ગોગલ્સમાં કંગનાનો લૂક ગ્લેમરસ લાગી રહ્યો હતો. કંગનાનું રાજકોટ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું અને ફૂલોનો ગુલદસ્તો આપી આવકાર અપાયો હતો. જે સમયે લોકોની ભીડ પણ ઉમટી પડી હતી.