જીવરાજ પાર્કમાં કેન્વાસ સ્પામાં દરોડો, 4 ઝડપાયા

રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં સિટી ક્લાસિક કોમ્પ્લેક્સના બીજા માળે કેન્વાસ સ્પામાં છોકરીઓ રાખી સ્પા મસાજના નામે દેહ વિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ચાર શખ્સને ઝડપી લીધા હતા.

કેન્વાસ સ્પામાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી રેડ પાડવામાં આવી હતી.

પોલીસ તપાસમાં સ્પામાં એન્ટ્રી ફી તરીકે રૂ.1000 લઇ ભોગ બનનાર ગ્રાહકો પાસેથી શરીરસંબંધના રૂ.2000થી 5000 સુધી લેતા હતા અને તેમાંથી રૂ.1000 સ્પા સંચાલકને આપતા હતા. એક ગ્રાહકે રૂ.5000 આપી શરીરસંબંધ બાંધ્યો હતો અને બીજા ગ્રાહકને શરીરસંબંધની હા પાડી એક્સ્ટ્રા સર્વિસ માટે રૂ.2000 નક્કી કર્યા હતા.

પોલીસે સ્પામાંથી મિલન દેવેન્દ્ર દવે (રે. પિતૃકૃપા, અજય ટેનામેન્ટ, બ્લોક નં.બી /16, યશ કોમ્પ્લેક્સ પાછળ, 150 ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ, અનિશા જય સોલંકી(રે.રાષ્ટ્રીય શાળા, યાજ્ઞિક રોડ), ગિરીશકુમાર મીણા(રે.મોહનલાલ મીણા ઇન્ટાલી ખેડા, પારોડા, ઉદયપુર, રાજસ્થાન) અને નિખિલ જમીન રાબડિયાની ધરપકડ કરી હતી.

પોલીસે સ્પામાંથી ચાર મોબાઇલ સહિત રૂ.33350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્પાના માલિક વિજય નાજા ભૂંડિયા અને થાનકી પાર્થ કિશોર (રે.સિદ્ધિ,-5 એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.B/204 શેઠનગર પાછળ, જામનગર રોડ) હાથ ન લાગતા તેમની શોધખોળ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *