‘તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો છે કે નહીં,’ કહી પૂર્વ પ્રેમીની પરિણીતાને ધમકી, તોડફોડ

કોઠારિયા રોડ પર હુડકો ક્વાર્ટર બી-399માં રહેતા હેતલબેન મહેશભાઈ લખતરિયા (ઉં.વ.42) એ પોલીસમાં સંજય દૂધરેજિયા સામે નોંધાવેલ ફરિયાદમાં તેણીએ જણાવ્યું હતું કે, ત્રણેક વર્ષ પૂર્વે તેની પાછળની શેરીમાં રહેતા મનીષ બાવાજી જે કેટરર્સનું કામ કરતા હોઈ ત્યાં આ સંજય કામ કરતો હોવાથી તે અવારનવાર તેમની શેરીમાંથી નીકળતો હતો. જેથી તેઓ પરિચયમાં આવ્યા હતા. બે વર્ષ સુધી પ્રેમસંબંધમાં હોઈ બાદ આ સંજય પરેશાન કરતો હોવાથી ત્રણ માસ પૂર્વે ઘરે વાત કરેલ હતી. બાદમાં કોઈ સંબંધ રાખવો ન હોય છતાં આ સંજય સંબંધ રાખવાનું કહેતો હતો. ગઈકાલે ઘરના ફળિયામાં આવી સંજયે કહ્યું કે, તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો છે કે નહીં જેથી મે ના પાડતા કેમેરાનો વાયર તોડી નાખી ધમકી આપી જતો રહ્યો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં કણકોટના પાટિયે રહેતા કિશન ચારોલિયા નામનો યુવક ન્યારી ડેમ પાસેથી બેભાન મળી આવતા તાકીદે સિવિલમાં ખસેડતા અહીં યુવકે દમ તોડી દેતાં પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસમાં, મૃતક બે બહેન અને ત્રણ ભાઈમાં ચોથો હતો. મૃતકે મોટી બહેન પાસે વાપરવા માટે પૈસા માગતાં બહેને ના પાડતા ગુસ્સે થઈ ઘરેથી નીકળી જઈ બાદમાં ન્યારી ડેમ પાસે ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *