ઉડતા વિમાનમાં સિગારેટ પીતા મુસાફરની ધરપકડ

બેંગલુરુથી જયપુર આવી રહેલી ફ્લાઇટમાં એક મુસાફર સિગારેટ પીતો પકડાયો હતો. ફ્લાઇટના શૌચાલયમાંથી દુર્ગંધ આવતાં એર ઇન્ડિયાના સ્ટાફને શંકા ગઈ. તપાસ દરમિયાન, મુસાફર શૌચાલયમાં ધુમ્રપાન કરતો જોવા મળ્યો. ફ્લાઇટ એટેન્ડન્ટ્સે તરત જ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ મુસાફરે વિરોધ કરવાનું શરૂ કર્યું.

આ ઘટના રવિવારે સાંજે બની જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-2986 સાંજે લગભગ 5:30 વાગ્યે જયપુર એરપોર્ટ પર ઉતરી.

એરલાઇનના સુરક્ષા સ્ટાફે તાત્કાલિક કેપ્ટનને ઘટનાની જાણ કરી. એર ઇન્ડિયા એક્સપ્રેસ ટીમે CISFની મદદથી મુસાફરને જયપુર એરપોર્ટ પોલીસને સોંપી દીધો.

પોલીસ મુસાફરની પૂછપરછ કરી રહી છે

પોલીસે જણાવ્યું હતું કે મુસાફરની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ મુસાફરે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને વિમાનના શૌચાલયમાં ધુમ્રપાન કર્યું હતું. એરલાઇન સ્ટાફના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *